ચેતન પટેલ, સુરત : સુરતના કાપોદ્રાની કલ્યાણ કુટીર સોસાયટી નજીક ગેટની પાસે નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પોલીસે સોસાયટીના સીસીટીવીની તપાસ બાદ આરોપી માતાની ધરપકડ કરી છે. જોકે માતા કિશોરી હોવાના કારણે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે.
સુરતની સરકારી સ્કૂલના આચાર્યની પીઠ થાબડવી જ પડે કારણ કે..
આ ઘટનાની વિગતો જોઈએ તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં કલ્યાણ સોસાયટી ગેટની નજીક પ્લાસ્ટિક બેગમાં નવજાત બાળક મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા લોકટોળું એકત્ર થઇ ગયું હતું, સમગ્ર મામલે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી બાળકની માતા કોણ છે તેની તપાસ પોલીસે શરૂ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. સોસાયટીના તમામ સીસીટીવી કેમેરામાં તપાસ હાથ ધરાતા એક મહિલા હાથમાં આ બાળકને લઈ આવતી હોય એમ દેખાયું હતું.
સરકારનો એક નિર્ણય અને ખેડૂતોના ઘરમાં મુકાયા લાપસીના આંધણ કારણ કે....
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આખરે બાળકની મા સુધી પહોંચી હતી પરંતુ પોલીસ પણ ત્યારે ચોંકી ગઇ જ્યારે ખબર પડી કે બાળકની મા કિશોરી છે અને પ્રેમ સંબંધના કારણે તેને બાળક રહી ગયુ હતું. આ યુવતી બાળક ઈચ્છતી નહોતી જેને કારણે તેણે બાળકને ત્યજી દીધું હતું. આખરે પોલીસે કિશોરી માતાની ધરપકડ કરી તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચારના જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે